મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પરથી મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી મહિન્દ્રા થાર કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ સહિત કુલ રૂ.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે પાંચ આરોપીઓ—વિર ઉર્ફે વિરૂ હિતેષભાઈ રાઠોડ, અજય દિલીપભાઈ દારોદ્રા, દેવરાજભાઈ નારણભાઈ બોહટીયા, નવઘણભાઈ ધનાભાઈ સાંતોલા અને જીવણભાઈ રમેશભાઈ ભોજવીયા—ને ઝડપી પાડ્યા હતા.
પોલીસે દેશી દારૂ રૂ.૧ લાખ, થાર કાર રૂ.૧૦ લાખ તથા ૬ મોબાઇલ ફોન રૂ.૧ લાખ મળી કુલ રૂ.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ ગુનામાં ફરીદાબેન જયંતીભાઈ ચૌહાણ (માલ મોકલનાર) અને સલીમ ઉર્ફે રાહુલભાઈ પઠાણ (માલ મંગાવનાર)ની ધરપકડ બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


