મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળા 2022-23નું આયોજન કરવામાં આવ્યું હતું બેટી બચાવો બેટી પઢાવો અને પૂર્ણ યોજનાની સંયુક્ત પહેલ હતી. જેમાં આ કાર્યક્રમને સુંદર બનાવવા અતિથિ વિશેષ શ્રીમતી વર્ષાબા ડી. ઝાલા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ સામાજિક કાર્યકર ધર્મેન્દ્ર સિંહ ઝાલા એ ખાસ હાજરી આપી હતી તેમજ ICDS ના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ભાવનાબેન ચારોલા અને વાંકાનેર CDPO ડો. વૈશાલી બા તેમજ ચાંદની બેન વૈદ્ય તથા ICDS સ્ટાફે આ પ્રસંગ ને વાચા આપી હતી જેમાં આ પ્રસંગ મા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ માથી વિજયભાઈ ગોહિલ તથા સોલંકી ભાઈ , ૧૮૧ મહિલા અભયમ મોરબી મહિલા કાઉન્સિલર જાગૃતિ ભૂવા અને મહિલા કોન્સ્ટેબલ ભારતીબેન , સમાજ સુરક્ષા વિભાગ રંજન મકવાણા , તાલુકા શિક્ષણ વિભાગ મીનાબેન , આઇ. ટી.આઇ. રાઠોડ સાહેબ તથા કોપા ટ્રેડ સૂપ. છાયાબેન
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી પોલીસ સ્ટેશન બેજ સપોર્ટ સેન્ટર વાંકાનેર તેજલબા અને દિપીકાબેન , મોરબી ચાઇલ્ડ લાઈન ૧૦૯૮ ધર્મેશ ચાવડા અને તૃપ્તિ બેન , એલ્ડર લાઈન રાજદીપ પરમાર, સખી વન સ્ટોપ સેન્ટર પ્રમુખ પ્રવિણા બેન પંડ્યા, તથા વાંકાનેર પોસ્ટ ઓફીસ આસિસ્ટન્ટ બાદી સાહેબ તથા સ્ટાફ , તથા DPC વિશાલ ભાઈ અને પા પા પગલી પ્રોજેક્ટ રમેશ ભાઈ , સુરક્ષા સેતુ માથી કિશોરી ને ટ્રેનિંગ આપવા માટે પ્રભાત ભાઇ હજાર રહ્યા હતા
આ કાર્યક્રમ મા સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ત્યારબાદ મંચસ્થ મહેમાનો ના પુષ્પ ગુચ્છ થી સ્વાગત કર્યું અને ત્યારબાદ ICDS પ્રોગ્રામ ઓફિસર ભાવના બેન ચારોલા દ્વારા આવેલ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કર્યું અને ત્યારબાદ પ્રોગ્રામ ને આગળ વધારતા વાંકાનેર CDPO ચાંદની બેન વૈદ્ય દ્વારા કિશોરી માટે ICDS દ્વારા આપવામાં આવતી સેવાઓ વિશે માહીતિ આપી અને વાંકાનેર ની કિશોરી દ્વારા નાટક રજુ કરી અને આંગણવાડી નું મહત્વ સમજાવેલ ત્યારબાદ પ્રસંગ ને આગળ વધારતા અલગ અલગ અધિકારી દ્વારા પોતાના શબ્દો આ પ્રસંગે રજુ કર્યા અને કાજલ બોસિયા દ્વારા દેશ ભક્તિ ગીત રજૂ કર્યું અને તે આ પ્રોગ્રામ માં ભાગ લીધેલ કિશોરી ને ટ્રોફી આપી સન્માનિત કરાયા આ પ્રોગ્રામ માં અલગ અલગ વિભાગ ના સ્ટોલ જેવા કે અલગ અલગ વાનગી, કિશોરી માટે આરોગ્ય તપાસ , ૧૮૧ ની ટીમ, જેવા સ્ટોલ ઉભા કરી અને કિશોરી ને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ દરેક ઓફિસર દ્વારા દરેક સ્ટોલ ની મુલાકાત પણ કરવામાં આવી ICDS CDPO ડો. વૈશાલી બા એ આ પ્રસંગની આભાર વિધિ કરી હતી.