માળિયા તાલુકા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં મોટીબરાર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ મેળવ્યો પ્રથમ નંબર

Advertisement
Advertisement
Advertisement

વિકસિત ભારત 2047 વિષય અંતર્ગત માળિયા તાલુકા કક્ષાએ ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રત્નમણિ પ્રાથમિક શાળા – મોટીબરારની વિદ્યાર્થીની આયુશી વનરાજભાઈ ચાવડાએ વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં તેને પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળા તેમજ ગામનું ગૌરવ વધાર્યું હતું. સ્પર્ધા દરમિયાન આયુશીએ ‘વિકસિત ભારત 2047’ વિષય પર આત્મવિશ્વાસપૂર્વક અને અસરકારક વક્તવ્ય રજૂ કર્યું હતું. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા તેમજ શાળાના શિક્ષકો દ્વારા આયુશી ચાવડાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW