મોરબી તાલુકાના 14 ગામોમાં રવિ પાક માટે મચ્છુ-2નું પાણી છોડવા માંગ

Advertisement
Advertisement
Advertisement

જિલ્લા પંચાયતના સભ્ય સતીષકુમાર મેરજાએ સિંચાઈ વિભાગને પત્ર લખી રજૂઆત કરી

મોરબી તાલુકાના 14 ગામોમાં રવિ પાકના વાવેતરને ધ્યાનમાં રાખીને મચ્છુ-2 સિંચાઈનું પાણી છોડવા અંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સતીષકુમાર ભાણજીભાઈ મેરજાએ સિંચાઈ યોજના મચ્છુ-2ના કાર્યપાલક ઇજનેરને પત્ર લખી રજૂઆત કરી છે.

પત્રમાં જણાવ્યા મુજબ, મોરબી તાલુકાના 14 ગામોના ખેડૂતો મચ્છુ-2 સિંચાઈના પાણીનો ઉપયોગ કરતા હોય છે અને હાલમાં રવિ પાકનું વાવેતર કરવાનું હોવાથી ખેડૂતોને પિયત માટે પાણીની જરૂરિયાત છે.

આથી ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી મચ્છુ-2 સિંચાઈનું પાણી તા. 29/10/2026 સુધી છોડવામાં આવે તેવી ભલામણ પત્ર મારફતે કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા ખેડૂતોને રવિ પાકના વાવેતર માટે સમયસર સિંચાઈનું પાણી મળી રહે તે હેતુથી આ રજૂઆત કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW