Wednesday, January 22, 2025

માળીયામિંયાણા ગ્રામ્ય વિસ્તારમાં મોડીરાત્રે વિજળીના કડાકા ભડાકા સાથે વરસ્યા કમોસમી વરસાદી ઝાપટા માવઠા લાવ્યું મુસીબત

Advertisement

ધરતીપુત્રો ચિંતિત અડધી રાત્રે આવી આકાશી આફત જીરા ધાણા સહીતના પાકો ઉપર માવઠાનો મંડરાતો ખતરો ઉપાડેલા જીરા ધાણાના પાકો પલળી જવાની ભીતિ સાથે ખેડુતોમાં દોડધામ

માળીયામિંયાણાના સુલતાનપુર સરવડ વેજલપર ખાખરેચી જુનાઘાંટીલા સહીતના ગ્રામ્ય વિસ્તારમાં મોડીરાત્રે વિજળીના કડાકા ભડાકા સાથે ઝરમર કમોસમી વરસાદી ઝાપટા વરસતા ઉનાળે અષાઢી માહોલ જેવો ઘાટ સર્જાયો હતો છેલ્લા બે દિવસથી માળીયાના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં આવેલા પલ્ટાથી રાત્રીના સમયે ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટા વરસી રહ્યા છે જેના પગલે ધરતીપુત્રો ચિંતિત બન્યા છે કેમ કે જીરા ધાણા જેવા પાકોને ઉપાડી કાઢવા તૈયાર રાખ્યા હોય તેવા સમયે માવઠાની માઠી બેસતા રવિપાકો ઉપર મંડરાતા માવઠાના ખતરાથી ધરતીપુત્રોમાં ચિંતા વ્યાપી ગઈ છે રાજ્યમાં માવઠાની આગાહીની અસર માળીયા ગ્રામ્ય વિસ્તારોમાં વર્તાઈ હતી અને તા.૪ માર્ચથી જુનાઘાંટીલા વેજલપર સુલતાનપુર સરવડ ખાખરેચી સહીતના ગામડાઓમા મેઘગર્જના સાથે કમોસમી ઝાપટા વરસ્યા હતા ત્યારે ગત મોડીરાત્રે સરવડ સુલતાનપુર વેજલપર ખાખરેચી સહીત તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીના જોરદાર ચમકારા સાથે હાજા ગગડાવી નાખે તેવા કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદી ઝરમર ઝાપટા વરસ્યા હતા જેના કારણે ખેડુતોના ખેતરમાં ઉભેલા અને ઉપાડેલા જીરૂ ધાણા જેવા મોંઘામુલા પાકોની સાથે ચણા ઘઉં રાયડો એરંડા સહીતના ઉભા પાકોને નુકશાનીની ભીતિ સાથે અડધી રાત્રે આવેલી આકાશી આફતથી ખેતરમાં કાઢીને રાખેલા જીરા ધાણા જેવા પાકોને તાલપત્રીથી ઢાંકવા ખેડુતોમાં દોડધામ મચી જવા પામી હતી

રિપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW