વાંકાનેર: મહીકા ગામ પાસે હાઇવે પરથી ક્રેટા કારમાંથી 950 લીટર દેશી દારૂ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે મહીકા ગામ પાસે હાઇવે રોડ પરથી દેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. પોલીસે ક્રેટા કારમાંથી 950 લીટર દેશી દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.5.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસને મળેલી બાતમીના આધારે મહીકા ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન GJ-07-DA-8030 નંબરની સફેદ ક્રેટા કાર આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે કાર હંકારી નાસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરી મહીકા ગામના પુલ પાસે કારને કોર્ડન કરી ઝડપી લીધી હતી.

પકડાયેલા આરોપીની ઓળખ રફિક ઉર્ફે રફલો હબિબભાઈ વિકીયાણી (ઉં.વ.37), રહે. ચંદ્રપુર, તા. વાંકાનેર તરીકે થઈ છે. પોલીસે 950 લીટર દેશી દારૂ રૂ.1.90 લાખ, ક્રેટા કાર રૂ.4 લાખ અને મોબાઈલ રૂ.5 હજાર સહિત કુલ રૂ.5.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂનો જથ્થો મોકલનાર સહિત અન્ય સંડોવાયેલા ઈસમોની તપાસ હાથ ધરાઈ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW