Wednesday, January 22, 2025

વિદેશી દારૂ,બિયર ના જથ્થા સાથે એક ઈસમ ને ઝડપી લેતી મોરબી એ ડિવિ.પોલીસ

Advertisement

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા ના માર્ગદર્શન તેમજ પો.ઈન્સ એચ.એ.જાડેજાની દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ હાલ હોળી ધુળેટી તહેવાર અનુસંધાને મિલ્કત સંબંધી બનાવો અટકાવવા સારૂ વહેલી સવારથી પો.ઈન્સ એચ.એ.જાડેજા તથા સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મોરબી લાતીપ્લોટ મેઇન રોડ પંચાસર રોડ નાકે ગલીમાથી નીચે જણાવેલ આરોપીઓ સી.એન.જી રીક્ષા તથા સ્વીફટ ડીઝાયર કારમાથી ઇંગ્લીશ દારૂની હેરફેર કરતા મળી આવતા સ્વીફટકાર ચાલક પોલીસને જોઇ નાસી જતા તેમજ રીક્ષા ચાલક પકડાય જતા સી.એન.જી રીક્ષા તથા સ્વીફટ ડીઝાયર કારમાથી ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલ નંગ -૩૯૬ તથા બિયરટીન નંગ -૪૮ મળી કુલ કિ.રૂ .૧,૫૫,૪૦૦ / -ના મુદામાલ સાથે મળી આવતા કાર તેમજ સી .એન.જી રીક્ષા તેમજ મોબાઇલફોન -૧ મળી કુલ રૂ .૪,૫૦,૪૦૦ / ના મુદામાલ સાથે આરોપી ( ૧ ) મળી આવતા આરોપી ( ૨ ) સ્વીફટ ડીઝાયર કારનો ચાલક નાસી જતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે . આરોપી – ( ૧ ) વરીશઅલી સલમાનઅલી બુખારી જાતે.સૈયદ ઉ.વ .૨૨ રહે , મોરબી વિશીપરા કુલીનગર -૧ ( ૨ ) સ્વીફટ ડીઝાયર કાર નં . નં . GJ09 – BB – 4476 નો ચાલક કબ્જે કરેલ મુદામાલ – ( ૧ ) ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કી ૭૫૦ એમ.એલ ની કાચની બોટલો નંગ -૧૬૮ ( ૨ ) લેબલ સ્પેશ્યલ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ ની સીલપેક બોટલો નંગ -૨૨૮ —– ( ૨ ) કીંગફીશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમ ૫૦૦ બિયરટીન નંગ -૪૮ ( ૪ ) સ્વીફટ ડીઝાયર કાર નં , GJ09 – BB – 4476 કિ રૂ ૨,૫૦,૦૦૦ / ( ૫ ) સી.એન.જી રીક્ષા નં . GJ01 – TD – 5988 કિ.રૂ .૪૦,૦૦૦ / ( ૬ ) મોબાઇલ ફોન -૧ કિ.રૂ .૫૦૦૦ /

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સબ.ઇન્સ આર.એન.ભટ્ટ તથા પો.હેડકોન્સ અરવીંદભાઇ ઝાપડીયા તથા પો.કોન્સ કિશનભાઇ મોતાણી તથા પો.કોન્સ બાબાભાઇ અરજણભાઇ તથા મહાવીરસિંહ ઝાલા

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW