રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ મોરબીના ટીંબડી ખાતે પ્રાથમિક શાળાની સરપ્રાઈઝ મુલાકાત લીધી

Advertisement
Advertisement
Advertisement

વર્ગખંડ, સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ અને મધ્યાહન ભોજન રસોડાની પ્રત્યક્ષ ચકાસણી કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે કર્યો સહજ સંવાદ

નવા બની રહેલા વર્ગખંડોની નિર્માણ કામગીરી તેમજ મેદાનનું નિરીક્ષણ કરી ગુણવત્તાસભર શિક્ષણ અને સુવિધાઓ અંગે જરૂરી દિશા-નિર્દેશો આપ્યા

મોરબી જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ મોરબી તાલુકાના ટીંબડી સ્થિત પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લઈ શૈક્ષણિક કાર્ય અને માળખાકીય સુવિધાઓની ઝીણવટભરી નિરીક્ષણ કામગીરી હાથ ધરી હતી.

આ આકસ્મિક મુલાકાત દરમિયાન મંત્રીએ શાળાના વર્ગખંડોમાં જઈ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તા તપાસી હતી અને તેમની સાથે સહજ સંવાદ સાધ્યો હતો. આ ઉપરાંત તેમણે સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર રૂમ તેમજ બાળકો માટે તૈયાર થતા મધ્યાહન ભોજનના રસોડાની સ્વચ્છતા અને પૌષ્ટિકતાની રૂબરૂ સમીક્ષા કરી હતી. મંત્રીએ શાળાના મેદાનની સાથે સાથે શાળામાં પ્રગતિ હેઠળના નવા વર્ગખંડોના નિર્માણ કાર્યની પણ મુલાકાત લઈ નિર્માણ કાર્ય સમયસર અને ગુણવત્તાયુક્ત થાય તે માટે સંબંધિતોને જરૂરી સૂચનો કર્યા હતા.

શાળાના વડા અને શિક્ષકોને પ્રોત્સાહિત કરતા મંત્રીએ વિદ્યાર્થીઓને ટેકનોલોજીકલ અભિગમ સાથે ઉત્કૃષ્ટ શિક્ષણ અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવા ભાર મૂક્યો હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW