રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકાના બાંદ્રા ગામની સીમમાં રાજકોટ રેન્જ ટીમે દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી છે. ચોક્કસ બાતમીના આધારે મેલડી માતાના મંદિર પાસે કિશોર ડાભીના કબજાના ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન 940 લીટર દેશી દારૂ, 1,700 લીટર આથો, બોલેરો પીકઅપ, 3 મોબાઇલ ફોન તથા દારૂ બનાવવાના સાધનો સહિત કુલ રૂ.7,52,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી કિશોર બટુકભાઈ ડાભી, કિશન હરેશભાઈ પરમાર અને વિપુલ નાથાભાઈ દેવગણિયાને ઝડપી લીધા છે, જ્યારે અનીલ ઉર્ફે બાવો મનજીભાઈ પરમાર ફરાર હોવાથી તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ રેન્જના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.


