‘હેરાન નહીં કરીએ’ના વાયદે ₹25 હજાર! મોરબીમાં લાંચ લેતા અધિકારી-ડ્રાઇવર ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી ખાતે ફરજ બજાવતા નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય તથા ડેપ્યુટી ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસીલીટેટર ફોર ફેક્ટરીઝ, વર્ગ-૧ જતીનભાઈ સુરેશચંદ્ર આદેસરા અને આઉટસોર્સ ડ્રાઇવર અજયસિંહ નાથુભા ઝાલા રૂ.25,000ની લાંચ લેતા ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, ફરિયાદી ફેક્ટરી એક્ટ એડવાઇઝર તરીકે ફેક્ટરી એક્ટ હેઠળ કન્સલ્ટિંગનું કામ કરે છે. તેમના કન્સલ્ટિંગના કામમાં ફેક્ટરીના નકશા મંજૂર કરાવવા તેમજ ફેક્ટરીઓમાં વિઝિટ કરી હેરાન-પરેશાન નહીં કરવા બદલ આરોપીઓ દ્વારા લાંચની માંગ કરવામાં આવી હતી.

આ લાંચની માંગ બાદ ફરિયાદીએ સંબંધિત એજન્સીનો સંપર્ક કરતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂ.25,000ની લાંચની રકમ સ્વીકારતા જતીનભાઈ સુરેશચંદ્ર આદેસરા તથા આઉટસોર્સ ડ્રાઇવર અજયસિંહ નાથુભા ઝાલા ઝડપાયા હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર મામલે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW