ટંકારા તાલુકાના વિરપર ગામે સમસ્ત ગામ તથા શ્રી ગૌ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે એક ભવ્ય નાટ્ય પ્રયોગનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
પાવન નવરાત્રિ મહોત્સવ નિમિત્તે તારીખ ૧૫-૧૦-૨૦૨૬, ગુરૂવાર (પાંચમા નોરતા) ના રોજ રાત્રે ૧૦:૦૦ કલાકે ગામના કામધેનુ આશ્રમ ખાતે આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં સ્થાનિક કલાકારો દ્વારા શૌર્ય અને બલિદાનની ગાથા વર્ણવતું ઐતિહાસિક નાટક “વિરમાંગળાવાળો” તથા દર્શકોને ખડખડાટ હસાવતું હાસ્ય નાટક (કોમિક) “ધળાવગરનો ધણી” ભજવવામાં આવશે.
ગૌશાળાના લાભાર્થે યોજાઈ રહેલા આ સેવા કાર્યમાં સહભાગી થઈ તન, મન અને ધનથી સહયોગ આપવા માટે શ્રી કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વિરપર ગામ સમસ્ત દ્વારા આસપાસના ગ્રામજનો અને સર્વે ધર્મપ્રેમી ગૌભક્તોને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કાર્યક્રમની વિગત:
તારીખ: ૧૫ ઓક્ટોબર ૨૦૨૬, ગુરૂવાર (પાંચમું નોરતું)
સમય: રાત્રે ૧૦:૦૦ કલાકે
સ્થળ: કામધેનુ આશ્રમ, મુ. વિરપર, તા. ટંકારા, જી. મોરબી
આયોજક: વિરપર ગામ સમસ્ત તથા શ્રી ગૌ સેવા યુવક મંડળ
સંપર્ક: પ્રમુખ – ૯૮૨૫૦ ૩૨૪૫૭ | મંત્રી – ૯૮૭૯૮ ૩૫૭૨૨ | સભ્ય – ૯૯૨૫૫ ૮૨૦૨૬


