મોરબી ના પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે પાસે થી જાણો પહેલા નોરતા નું મહત્વ

Advertisement
Advertisement
Advertisement

નવરાત્રી એટલે ભક્તિ ,શક્તિ અને શ્રદ્ધા નો ત્રિવેણી સંગમ. માં જગદંબા ની આરાધના અને ઉપાસના ના સર્વ શ્રેષ્ઠ દિવસો એટલે શારદીય નવરાત્રિ.આસો મહિનાના પ્રથમ નોરતાનું શાસ્ત્રોક્ત મહત્વ નીચે મુજબ છે.

નવરાત્રિના પહેલા દિવસે માતા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રી એટલે “પર્વતની પુત્રી”. શાસ્ત્રો અનુસાર, માતા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયની પુત્રી છે અને તેમને માતા સતી તથા માતા પાર્વતીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા કરવાથી ભક્તોને મનવાંચ્છિત ફળ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માતા શૈલપુત્રીનું વાહન વૃષભ છે અને તેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે.
ઘટસ્થાપનનું મહત્વ
પહેલા નોરતાના દિવસે ઘટસ્થાપન અથવા કળશ સ્થાપન કરવાનો વિશેષ મહિમા છે. કળશને માતા દુર્ગાનું પ્રતિક માનવામાં આવે છે. કળશમાં પાણી, અક્ષત, કંકુ, નાડાછડી વગેરે ભરીને દેવીનું આહ્વાન કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘટસ્થાપન કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે છે.
નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપન સાથે જવ વાવવાની પણ પરંપરા છે. જવ વાવવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ધન-ધાન્યના ભંડાર ભરેલા રહે છે. જવને સમૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતીક માનવામાં આવે છે.
આમ, આસો માસનું પ્રથમ નોરતું શક્તિની આરાધનાની શરૂઆતનું પ્રતીક છે, જેમાં માતા શૈલપુત્રીની પૂજા, ઘટસ્થાપન અને જવ વાવવાની પરંપરાઓનું શાસ્ત્રોક્ત મહત્વ રહેલું છે.

ભાગવતાચાર્ય
શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર ડી.દવે
મહાવીર નગર સોસાયટી
સામાકાંઠે ગજાનન મોરબી -૨
મો.80009 11444

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW