સાયલાના ચિત્રાલાખા ગામે ગેરકાયદે કોલસાની ચોરીનો પર્દાફાશ

Advertisement
Advertisement
Advertisement

રાજકોટ રેન્જ ટીમે રૂ. 43.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 270 ટન કોલસો મળી આવ્યો

સુરેન્દ્રનગર: સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિત્રાલાખા ગામના સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજ કોલસાની ચોરી થતી હોવાની બાતમીના આધારે રાજકોટ રેન્જ ટીમે દરોડો પાડી રૂ. 43,95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ત્રણ ટ્રેક્ટર, એક કમ્પ્રેશન મશીન, બે મોટરસાઇકલ, 19 ચરખી અને 270 ટન કોલસાનો સમાવેશ થાય છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. જપ્ત કરેલો મુદ્દામાલ સાયલા પોલીસને સોંપી ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. સરકારી સંપત્તિ અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવા તજવીજ કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW