રાજકોટ રેન્જ ટીમની મોટી કાર્યવાહી: ₹13 લાખની ઓનલાઇન છેતરપિંડીમાં 10 મહિનાથી ફરાર બે આરોપી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી/રાજકોટ: જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹13 લાખની ઓનલાઇન છેતરપિંડીના ગુનામાં છેલ્લા 10 મહિનાથી નાસતા-ફરતા બે આરોપીઓને રાજકોટ રેન્જ ટીમે ધોરાજી-જેતપુર નેશનલ હાઇવે પર વછરાજ હોટલ પાસેથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ ઇમ્તિયાઝ ઉર્ફે સરફરાજ ઉર્ફે જાંબુ સીપાઇ અને સાહિદ ઉર્ફે સમીર ઉર્ફે બાબી બેલીમ બંને ધોરાજીના રહેવાસી છે. રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ વિશ્લેષણના આધારે કાર્યવાહી કરી બંને આરોપીઓને ધોરાજી તાલુકા પોલીસને સોંપી આગળની કાર્યવાહી માટે માંગરોળ પોલીસને જાણ કરી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW