હળવદમાં જુગારના અખાડા પર મોરબી LCBનો દરોડો! 12 જુગારીઓ ઝડપાયા, રૂ. 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ચરાડવા ગામની સીમમાં ભરડીયાની ઓરડીમાં ચાલતા તીનપત્તીના જુગાર પર પોલીસ ત્રાટકી | 12 ઇસમો સામે જુગારધારા હેઠળ કાર્યવાહી

મોરબી/હળવદ: મોરબી જિલ્લામાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓને ડામવા પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ત્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં આવેલી ભરડીયાની ઓરડીમાં ચાલતા તીનપત્તીના જુગારના અખાડા પર મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ-ફર્લો સ્ક્વોડની સંયુક્ત ટીમે દરોડો પાડી કુલ 12 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડા રૂ. 1,41,500 સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ખાનગી બાતમીના આધારે દરોડો

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા (સરહદી રેન્જ, ભુજ)ની સૂચના અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત LCB પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. બી.ડી. ભટ્ટ, પો.સબ.ઇન્સ. વી.જી. માલાણી તથા LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, આદરણા ગામના જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલના કબજા-ભોગવટાવાળી ભરડીયાની ઓરડીમાં બહારથી માણસોને બોલાવી ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમાડવામાં આવે છે અને નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવવામાં આવે છે.

આ બાતમીના આધારે પોલીસ ટીમે પંચો સાથે હળવદ રોડ પર ચરાડવા ગામની સીમમાં અદાણી CNG પેટ્રોલ પંપની સામે આવેલી ઓરડીમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા કુલ 12 ઇસમોને ગંજીપત્તાં અને રોકડા રૂ. 1,41,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

ઝડપાયેલા 12 ઇસમોનાં નામ

1. જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલ (ઉં.વ. 50), રહે. આદરણા, તા. મોરબી.
2. દિલીપભાઈ મનજીભાઈ પટેલ (ઉં.વ. 51), રહે. મારુતિનંદન સોસાયટી, મોરબી.
3. કિશનભાઈ મુકંદરાય ગોંડલીયા (ઉં.વ. 37), રહે. કુબેરનગર શેરી નં. 3, મોરબી.
4. ફેનીલભાઈ કિરીટભાઈ પટેલ (ઉં.વ. 28), રહે. મિલનપાર્ક, મહેન્દ્રનગર, મોરબી.
5. હરિમિત્ર હેમશંકરભાઈ રાવળ (ઉં.વ. 36), રહે. કુબેરનગર-2, નવલખી રોડ, મોરબી.
6. જીગ્નેશભાઈ અરવિંદભાઈ પટેલ (ઉં.વ. 39), રહે. અલાપરોડ, મોરબી.
7. મયંકભાઈ તળશીભાઈ પટેલ (ઉં.વ. 37), રહે. ધર્મમંગલ-2, મહેન્દ્રનગર, મોરબી.
8. જયદીપભાઈ વાલજીભાઈ પટેલ (ઉં.વ. 32), રહે. શ્રીજી પેલેસ એપાર્ટમેન્ટ, રવાપર, મોરબી.
9. હરગોવિંદભાઈ શંકરભાઈ પટેલ (ઉં.વ. 33), રહે. ઉમા રેસિડેન્સી, મહેન્દ્રનગર, મોરબી.
10. રમેશભાઈ વેલાભાઈ ભરવાડ (ઉં.વ. 31), રહે. સમલી, તા. હળવદ, જી. મોરબી.
11. હરેશભાઈ ઓધવજીભાઈ પટેલ (ઉં.વ. 35), રહે. ધર્મમંગલ સોસાયટી, મહેન્દ્રનગર-2, મોરબી.
12. મનસુખભાઈ મગનભાઈ પટેલ (ઉં.વ. 50), રહે. પ્રભુકૃપા-બી-2, મહેન્દ્રનગર-2, મોરબી.

હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાં અને રોકડા રૂ. 1,41,500નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા તમામ 12 ઇસમો સામે હળવદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW