મોરબીના મુખ્ય બજાર સહિત અનેક વિસ્તારોમાં આવતી કાલે વીજ પુરવઠો બંધ રહેશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબી શહેર પેટા વિભાગ-03 હેઠળ મુખ્ય બજાર લાઇનમાં કેબલ નાખવાની કામગીરી તેમજ વીજ લાઇનના મેન્ટેનન્સને ધ્યાનમાં રાખીને શહેરના અનેક વિસ્તારોમાં આવતી કાલે ૨૮/૧૦/૨૬ ના રોજ વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

વીજ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સવારે 7:00 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન મેઈન બજાર લાઈન, સોની બજાર, નાની હનુમાન ડેરી અને મોટી હનુમાન ડેરી શેરી, નાની બજાર, વેરાઈ શેરી, નાગનાથ શેરી, નાની અને મોટી પારેખ શેરી, લુહાર શેરી, મોચી શેરી, સંઘવી શેરી, દેરાસર શેરી, ખોખાણી શેરી, કંસારા શેરી, મેમણ શેરી, જમાદાર શેરી, ચૌહાણ શેરી, સાંકળી શેરી, બુઢા બાવા વાળી શેરી, સુથાર શેરી, નાની અને મોટી માધાણી શેરી, ભોંયવાળો, દફતરી શેરી, જાની શેરી, સાઈવાળો ખાંચો, રામજીયાની શેરી અને મોદી શેરી સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

આ ઉપરાંત, નગર દરવાજા ચોકથી ગ્રીન ચોક સુધીના રસ્તાની બંને બાજુના વિસ્તારો, ગ્રીન ચોકની આસપાસના વિસ્તારો તેમજ ઉપરોક્ત વિસ્તારોની નજીકના અન્ય વિસ્તારોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

વીજ વિભાગે વધુમાં જણાવ્યું છે કે કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે. જેથી સંબંધિત વિસ્તારના નાગરિકોને જરૂરી તકેદારી રાખવા અને વીજળી આધારિત કામોનું અગાઉથી આયોજન કરવા અપીલ કરવામાં આવે છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW