મોરબી જિલ્લાના વિકાસકાર્યો, ઔદ્યોગિક પ્રગતિ, સાંસ્કૃતિક વારસો અને વિવિધ સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવાના હેતુથી ‘મોરબી વિકાસ વાટિકા- ૨૦૨૫’ નું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશન તથા જિલ્લા માહિતી કચેરી દ્વારા સંપાદન કરવામાં આવ્યું છે. આ પુસ્તિકાનું સ્વદેશી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા અને શ્રમ રોજગાર મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં વિમોચન વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રકાશનમાં મોરબી જિલ્લાના વિકાસની ઝાંખી, ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો, ઉદ્યોગો તથા જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાહિત્યના માધ્યમથી નાગરિકોને મોરબી જિલ્લાના વિકાસ અને વિશેષતાઓ વિશે માહિતગાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પ્રકાશન માટે માર્ગદર્શક તરીકે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા તથા મંત્રી કાંતિલાલ અમૃતીયા, જિલ્લાના પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમાર, મોરબી જિલ્લા કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરે, સહયોગી તરીકે જિલ્લા આયોજન અધિકારી વી.બી. માંડલિયા તેમજ તથા સહાયક માહિતી નિયામક પારુલબેન આડેસરા તથા માહિતી મદદનીશશ્રી બળવંતસિંહ જાડેજાનું યોગદાન રહ્યું છે.
આ પ્રકારના માહિતીપ્રદ સાહિત્યના વિતરણથી સ્થાનિક વિકાસ મોરબીની આગવી ઓળખ લોકો સુધી પહોંચી છે. જનજાગૃતિ અને મોરબીના વિકાસની માહિતી લોકો સુધી પહોંચાડવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ બની રહેશે.



