મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી વસ્તુઓના પ્રચાર-પ્રસાર તથા સ્થાનિક કારીગરો, વેપારીઓ અને ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી આયોજિત સ્વદેશી મેળામાં આજે હાસ્યરસથી ભરપૂર મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ આજે **સાંજે ૭:૩૦ કલાકે** યોજાશે. જેમાં હાસ્ય કલાકાર ચંદ્રશેખર પંડ્યા દ્વારા રમૂજી રજૂઆતો કરવામાં આવશે, જેનાથી ઉપસ્થિત નગરજનો હાસ્ય અને આનંદની લહેરમાં તરબોળ થશે.
મોરબીના નગરજનોને સ્વદેશી મેળાની મુલાકાત લઈ સ્વદેશી ઉત્પાદનોની ખરીદી સાથે આ હાસ્યસભર કાર્યક્રમનો આનંદ માણવા મોરબી મહાનગરપાલિકા દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.



