મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ઉમા સંસ્કારધામનો દ્વિતિય પાટોત્સવ યોજાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઉમા સંસ્કાર ધામના દ્વિતિય પાટોત્સવમાં ૨૬૦ જેટલા પ્રીતિભાશાળીઓ અને ૨૫૦ જેટલા દાતાઓનું સન્માન કરાયું.

મોરબી,અત્રેના વિરપર પાસે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત ઉમા સંસ્કારધામના દ્વિતિય પાટોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ભવ્યાતિભવ્ય ઉમા સંસ્કાર ધામનું નિર્માણ થયેલું છે,આ ધામ દ્વારા વર્ષ દરમ્યાન અનેકવિધ સેવાકીય પ્રકલ્પો દ્વારા જનસેવા કરવામાં આવે છે,ઉમા સંસ્કાર ધામના દ્વિતિય પાટોત્સવમાં ૧૧ કુંડી યગ્ન જપ તપ યજ્ઞ, તેમજ નવેમ્બર – ૨૫ થી નવેમ્બર – ૨૦૨૬ સુધીમાં સરકારી તલાટીથી માંડી ક્લાસ – ૧ સુધી નોકરીમાં નિયુક્ત થયેલા તેમજ ગ્રેજ્યુએશનથી માંડી પી.જી.માસ્ટર ડિગ્રી તેમજ રાજ્ય, રાષ્ટ્રીયકક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ૨૬૦ જેટલા પ્રતિભા શાલીઓનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું બપોરના સમયે સંન્યાસીની આત્માનંદજી ભચાઉ – કચ્છ આશ્રમ દ્વારા સત્સંગ કરવામાં આવ્યો હતો,આ દરમિયાન નવા બનેલા વિરપર – લીલાપર રોડને જીલ્લા પંચાયત દ્વારા ઓ.આર.પટેલ માર્ગ નામાંકરણ કરેલ હોય અજંતા – ઓરેવા ગ્રુપના સૌજન્યથી સુંદર સર્કલ બનાવવા આવ્યું છે ત્યાં ઓ.આર. પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું,સાંજે સ્નેહમિલન યોજાયુ જેમાં ઉમા સંસ્કાર ધામના સેવાકીય પ્રકલ્પોને જેવા કે ઉમા આદર્શ લગ્નની પ્રથમ વર્ષે જ ૫૫૦ જેટલા લગ્નો સાથે ભવ્ય સફળતા મેળવી એમાંથી પ્રેરણા લઈ અન્ય જિલ્લાઓમાં પણ લોકો આજ પેટનથી લગ્નો યોજવા લાગ્યા,વર્ષ દરમિયાન ઉમા હોલમાં અનેક લગ્ન પ્રસંગ,રાંદલ ઉત્સવ જેવા પ્રસંગો લેવાયા જેની આવક ઉમા આદર્શ લગ્નમાં વાપરવામાં આવલ છે,36 જેટલા એસી રૂમ ધરાવતું ગેસ્ટ હાઉસ,ઉમા મેડિકલ સ્ટોરમાં રાહત દરે દવા, ઉમા લેબોરેટરી રાહત દરે રિપોર્ટ, ઉમા ક્લિનિકમાં રાહતદરે સારવાર, ઉમા રંગ ભવન, કોરોના કાળમાં 2000 જેટલા દર્દીઓની કરેલ સેવા સુસુશ્રા, અમદવાદ ખાતે પ્રાઈમ લોકેશનમાં સેફટી અને સિક્યુરિટીમાં ૧૪૦ દિકરીઓ નિવાસ કરી શકે એવી આધુનિક હોસ્ટેલનું નિર્માણ કરેલ છે,તેમજ આગામી દિવસોમાં આવી જ રીતે 700 દિકરા-દિકરીઓ નિવાસ કરી શકે એવા છત્રાલયના નિર્માણનું કાર્ય ચાલુ છે, પાટીદાર કેરિયર એકેડમીમાં ટૂંકમાં ગાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અનેક વિદ્યાર્થીઓએ વિવિધ પરીક્ષાઓ આપેલ છે,ઈમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રેર્નીગમાં, બ્યુટી પાર્લરની ટ્રેનિંગ,બેઝિક કમ્પ્યુટર ટ્રેનિંગમાં ભાઈ બહેનોએ લાભ લીધેલ છે તેમજ ધો.9 થી સ્નાતક અનુસ્નાતકમાં 7000 જેટલી સર્વ સમાજની દિકરીઓ આ સંસ્થામાં અભ્યાસ કરી રહી છે, તેમજ પાટીદાર જન સેવા કેન્દ્રમાં જુદી જુદી સરકારી યોજનાઓના ખૂબ બધા અરજદારોને ફોર્મ ભરી આપેલ છે,વગેરે વાતો
લોકો સમક્ષ મૂકવામાં આવી હતી,અને સમાજ શ્રેષ્ઠીઓના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા,ઉમા સંસ્કાર ધામ દ્વારા થતા વિવિધ સેવાકીય પ્રકલ્પોની વિગતો, સામાજિક ઉત્થાન માટેના લેખો,પ્રેરક પ્રસંગો,વિશિષ્ટ પ્રતિભા, પાટીદાર સમાજની જુદી જુદી સંસ્થાઓનો પરિચય વગેરે લેખો સાથેનો “ઉમા સંસ્કાર દર્શન” ત્રિમાસિક અંક બહાર પાડવામાં આવે છે એની વિગતો રજૂ કરવામાં આવી હતી,આ પ્રસંગે ઉમિયા ધામ સિદસર તેમજ અમદાવાદથી અખીલ ભારતીય પાટીદાર સમાજના અગ્રણીઓ પધાર્યા હતા, કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાની ગતિ ગરિમાની જાણકારી આપતા દિનેશભાઈ વડસોલાએ સેવાકીય પ્રકલ્પોના હેતુ,જરૂરિયાત આઉટ પુટ વિશેની વાત કરી આંકડાકીય વિગતો રજૂ કરી હતી, પરષોત્તમભાઈ રૂપાલા પૂર્વ કેન્દ્રીય મંત્રી,મોહનભાઈ કુંડારીયા પૂર્વ કેન્દ્રીય મંત્રી જેરામભાઈ વાંસજાળિયા, જયસુખભાઈ પટેલ, પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય,કાંતિભાઈ અમૃતિયા મંત્રી ગુજરાત સરકાર, બ્રિજેશભાઈ મેરજા પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા પૂર્વ મંત્રી વગેરેએ મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત ઉમા સંસ્કાર ધામની સેવાને બિરદાવી હતી, આ તકે આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓ જેમના આર્થિક યોગદાન થકી ચાલે છે એવા ૨૫૦ , જેટલા દિલેર દતાઓનું મહાનુભાવોના હસ્તે અદકેરું સન્માન કરાયું હતું,તેમજ મોટીવેશન સ્પીકર શૈલેષ સગપરીયાએ પોતાની આગવી શૈલી સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ, વર્તમાન સમયમાં અમદાવાદ ખાતે દિકરી દિકરાઓ માટે હોસ્ટેલની જરૂરિયાત વિશે વાતો કરી હતી,સમગ્ર કાર્યક્રમમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી ખુબજv બહોળી સંખ્યામાં કડવા પાટીદાર પરિવારના શ્રેષ્ઠીઓ, સમાજના દિલેર દાતાઓ, મોરબી જિલ્લાની તમામ પાટીદાર સંસ્થાના અગ્રણીઓ, સિરામિક એસોસિએશનના અગ્રણીઓ, ભાઈઓ બહેનો વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, કાર્યક્રમના અંતે જયસુખભાઈ પટેલના સૌજન્યથી આયોજીત મહાપ્રસાદનો લાભ લીધો હતો, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના તમામ ટ્રસ્ટીઓએ અને સમાજના તમામ કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી હતી,

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW