Friday, January 24, 2025

મોરબીના બહાદુરગઢના પાટીયા નજીક થયેલ ચીલઝડપના ગુન્હામાં છેલ્લા 8 માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

Advertisement

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના બહાદુરગઢના પાટીયા પાસે થયેલ ચીલઝડપના ગુન્હામાં છેલ્લા ૮ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. પોલીસના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇ.પી.કો. કલમ- ૩૭૯(ખ), ૧૧૪ મુજબના કામનો નાસતો ફરતો આરોપી દીલીપ માનસિંગ ઓડીયા ઉ.વ.૩૩ રહે.મુળ ખાકરીયા જીરી, દતી ગામ તા.સરદારપુર જી.ધાર એમ.પી.વાળાને મોરબી ઉંચી માંડલ ગામની સીમ તળાવીયા શનાળા રોડ સ્પેસેરા સીરામીક ખાતેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW