Thursday, January 23, 2025

વિહળધામ પાળીયાદ ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અભ્યાસ વર્ગ ની બેઠક યોજાઈ

Advertisement

સૌરાષ્ટ ની દેહાણ પરંપરા ની જગ વિખ્યાત અને પાંચાળ પ્રદેશ નું પ્રગટ પિરાણુ અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવી પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ગત તા.18/3/2023 અને 19/3/2023 ના રોજ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા બે દિવસનો અભ્યાસ વર્ગ ની બેઠક યોજવામાં આવેલ હતી અને આ કાર્યક્રમ નું ઉદ્ઘાટન જગ્યા ના મહંત પ.પૂ.શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને કરવામા આવેલ હતું…
આ કાર્યક્રમ મા વિશ્વ હિન્દૂ પરિષદ ના કેન્દ્રીય સંગઠન મંત્રી શ્રી વિનાયકજી દેશપાંડે, કેન્દ્રીય સેવા સંયોજક શ્રી અજયકુમારજી, પ્રાંત પ્રચારકજી RSS ના શ્રી મહેશભાઈ જીવાણી, ક્ષેત્રીય મંત્રી શ્રી અશોકભાઈ રાવળ,ક્ષેત્રીય સહમંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ, ક્ષેત્રીય બજરંગ દળ સંયોજક શ્રી ભાવેશભાઈ ઠક્કર, સૌરાષ્ટ પ્રાંત અધ્યક્ષ શ્રી ભરતભાઈ મોદી, સૌરાષ્ટ પ્રાંત મંત્રી શ્રી ભુપતભાઇ ગોવાણી તેમજ બોટાદ જિલ્લા અધ્યક્ષ સતુભાઇ ધાધલ સહિત આ કાર્યક્રમ મા હાજર રહી વિશ્વ હિન્દૂ પરિષદ , બજરંગ દળ તેમજ આર.એસ.એસ નો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો…
આ તમામ લોકો જગ્યા મા બે દિવસ દરમિયાન ખુબ સુંદર સરસ પ્રતિકૂળ વાતાવરણ અને આધ્યાત્મિક ભાવ સાથે આનંદ માળેલો હતો…
જગ્યા ની શ્રી બણકલ ગૌશાળા ની શુભેરછા મુલાકાત લીધેલ અને જગ્યા ના અન્નપૂર્ણા ભંડાર ની આધુનિકતા તેમજ તમામ જગ્યાની ચોખાઈ અને જગ્યા ની વ્યવસ્થા ભવ્યતા જોઈ ખુબ રાજીપો વ્યક્ત કરેલ હતો…
ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ તેમજ મહંત શ્રી નિર્મળાબા ના આશીર્વાદ પણ લીધા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW