Sunday, February 2, 2025

મોરબીના ક્રિકેટ કોચની લીજેન્ડ ક્રિકેટ ટ્રોફીના ફિલ્ડીંગ કોચ તરીકે નિમણુક કરાઈ

Advertisement

મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના હેડ કોચ તરીકે કાર્યરત નિશાંત જાનીની લીજેંડ ક્રિકેટ ટ્રોફીમાં ફિલ્ડીંગ કોચ તરીકે વરણી કરવામાં આવી છે જેથી હવે તેઓ લીજેંડ ઇન્ટરનેશનલ ક્રિકેટર્સના ફિલ્ડીંગ કોચ બન્યા છે
જેમાં તેઓ વીરેન્દ્ર સેહવાગ, હરભજનસિંહ, રોબીન ઉથપ્પા, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, સુરેશ રૈના, પ્રવીણકુમાર અને પ્રજ્ઞાન ઓઝા તેમજ અન્ય ખેલાડીઓ જ્યાં લીજેન્ડ ક્રિકેટ ટ્રોફી ૨૨ માર્ચથી ૩૦ માર્ચ સુધી રમવાનાચે ત્યાં કોચ નિશાંત જાની ફિલ્ડીંગ કોચ તરીકે ભૂમિકા ભજવશે અને લીજેન્ડની ટીમને કોચિંગ આપશે
નિશાંત જાની મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના હેડ કોચ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સીનીયર વિમેન્સ ટીમ માં હેડ બેટિંગ અને ફિલ્ડીંગ કોચ છે અને હવે તેઓ લીજેન્ડ ક્રિકેટ ટ્રોફી ગાઝીયાબાદના વીઆઈપી જવાહરલાલ નેહરુ સ્ટેડીયમમાં ટુર્નામેન્ટ રમાશે જેમાં ૬ ફ્રેન્ચાઈઝી ટીમ છે અને દરરોજ બપોરે ૩થી સાંજે ૦૭ : ૩૦ કલાક સુધી મેચ યોજાશે જેનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે
નિશાંત જાનીની વરણી પટના વોરીયર્સની ટીમમાં ફિલ્ડીંગ કોચ તરીકે થઇ છે જ્યાં તેમના ગુરુ ઉમેશ પટવાલ હેડ કોચ છે અને તેમના સાથી મિત્ર સંતોષ સક્સેના બોલિંગ કોચની ભૂમિકા ભજવશે જેમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ જેવા કે રોબીન ઉથપ્પા, પ્રજ્ઞાન ઓઝા, ફરવેઝ મહારૂફ, મનવિંદર બીસ્લા, ક્રિસ્ટોફર મોફાઉ જેવા જાણીતા ખેલાડીઓનેને માર્ગદર્શન પૂરું પાડશે
જે પ્રસંગે મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાએ નિશાંત જાણીને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે અને મોરબીનું ક્રિકેટ એક સારા લેવલ પર પહોંચશે તેવી આશા વ્યક્ત કરી હતી તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના જયદેવ શાહે નિશાંત જાનીને શુભકામનાઓ આપી છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW