ઉધોગ નગરી તરીકે જગ વિખ્યાત મોરબી ખાતે આજે સાઉથ ઇન્ડીયન બેંક ની શુભ શરુઆત થઇ
સિરામિક નગરી મોરબી ખાતે સાઉથ ઇન્ડિયન બેંક ની સૌ પ્રથમ શાખા ના શ્રી ગણેશ થવા જઇ રહ્યા છે ત્યારે ઉધોગને બેંકીંગ માં સુગમતા રહેશે. સિરામિક ઝોન અને બેંકીંગ ના હબ તરીકે ખ્યાતનામ ઇશાન ચેમ્બરમાં શાખા ની શરુઆત થતા બેંક માંથી ઉધોગને લોન ની સરળતા અને સુગમતા રહેશે તેવી રીજીઓનલ હેડ પ્રમોદા ભાઈ ,ક્લસ્ટર હેડ થોમસ ભાઈ તથા બ્રાન્ચ હેડ અખિલ ભાઈ દ્રારા લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.