ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની સુચના અનુસાર હમણા થોડા સમય થી નાની ઉંમર ના લોકોમા હાર્ટ એટેક ના બનાવ વધી રહ્યા છે ત્યારે વ્યકિત ને છાતી મા દુખાવો થાય કે બેભાન થાય ત્યારે આપણે કેવી રીતે પ્રાથમિક સારવાર આપી શકીએ એ માટે CRP ટ્રેનિંગ અભિયાન હાથ ધરવામા આવેલ છે.
મોરબી જિલ્લા ભાજપ તથા મોરબી તાલુકા ભાજપના હોદેદારો, તાલુકા-જીલ્લા પંચાયત ના સભ્યો, મોર્ચા-સેલ ના હોદેદારો, બુથ પ્રમુખો એ GMERS મેડીકલ કોલેજ, રેલ્વે સ્ટેશન સામે, મોરબી ખાતે આજે રવીવાર ના રોજ સવારે ૮:૩૦ કલાકે CRP ટ્રેનિંગ સેમિનાર યોજાયો હતો જેમાં આજે જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ મોરબી ખાતે મેડિકલ સ્ટાફ તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા CRPની તાલીમ લીધી હતી તેમાં તેનું લાઈવ ડેમોટ્રેસન કરીને સમજાવવામાં આવેલ પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક સુપગલાં લેવા તે અંગેની તબીબીઓએ મોરબી મેડીકલ કોલેજ ખાતે માહિતગાર કર્યા તેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા,તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઈ વાંસદડીયા તેમજ મોરબી જિલ્લાના દરેક સેલના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.