Wednesday, January 22, 2025

મોરબી: વાંકાનેરના તરકિયા ગામેથી એક્સપ્લોઝીવ વિસ્ફોટક ના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement

મોરબી જીલ્લામાં ગે.કા. રીતે એકસપ્લોઝીવ જથ્થાની હેરફેર થતા અન- અધિકૃત રીતે તેનો ઉપયોગ કરતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ કોન્સ. શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, તથા પો.કોન્સ. વિક્રમભાઇ ફુગસીયા, સંજયભાઇ રાઠોડને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, તરકીયા ગામની સીમમાં એક ઇસમ તેના ટ્રેક્ટરમાં ગેરકાયદેસર રીતે એકસપ્લોઝીવ પદાર્થ રાખી બિન અધિકૃત રીતે કુવાઓ/રસ્તાઓમાં એકસપ્લોઝીવ બ્લાસ્ટીંગનું કામ કરે છે. તેવી ચોકકસ હકિકત આધારે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવેલ ઇસમ નીચે જણાવેલ એકસપ્લોઝીવ બ્લાસ્ટીંગના સામાન સાથે મળી આવતા મજકુર ઇસમ વિરૂધ્ધ તથા તપાસમાં ખુલે તેના વિરુધ્ધ વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં એકસપ્લોઝીવ એક્ટની ધારા તળે ગુનો નોધાયો
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) વનરાજભાઇ બેચરભાઇ હડાણી ઉ.વ. ૨૦ રહે. અદેપર તા. વાંકાનેર જિ મોરબી
પકડવાના બાકી આરોપીના નામ સરનામા –
(૧) ચંદ્રસિંહ પ્રતાપસિંહ ચૌહાણ રહે. ભાડુકા તા.સાયલા જી.સુરેન્દ્રનગર
પકડાયેલ મુદામાલની વિગત –
(૧) એમ્યુલસન એકસપ્લોઝીવ ટોટા નંગ-૧૨૧ કી.રૂ ૧૮૧૫/-
(ર) ડીટાનેટર કેપો ચળકતી ધાતુની નંગ-૩૩ કી.રૂ. ૬૬૦/- (૩) એક વાદળી કલરનુ વાયરનુ ઘુચરૂ (વાટ) જેમાં એકસપ્લોઝીવ પદાર્થ વાળી છે. આશરે ૧૫ ફુટ કી.રૂ.૫૦/-
(૪) લાલ કલરનો એકસપ્લોઝીવ વાયર વીંટાળેલ રીલ કી.રૂ. ૧,૦૦૦/-
(૫) મેસી ફર્ગ્યુશન કંપનીનુ જુના જેવુ ટેકટર ને- GJ-13-8-5525 કી.રૂ. ૫૦,000/- (૬) કમ્પ્રેસર મશીન કી.રૂ. ૫૦,૦૦૦/-
(૭) મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૧,૦૮,૫૨૫/-
ઉપરોક્ત કામગીરી અર્થે જિલ્લા ગુનાહ શોધક ના કર્મચારીઓ જોડાયા હતા

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW