મોરબીમાં ગત તા.૧૦ મી એપ્રિલના રોજ હોમિયોપેથિક મેડિકલ સાયન્સના સ્થાપક ડોક્ટર સેમ્યુલ હનેમનનો જન્મદિવસ કે જેને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હોમિયોપેથિક ડે તરીકે ઉજવવામાં આવે છે તેની ઉજવણી હોમિયોપેથિક મેડિકલ એસોસિયેશન મોરબી દ્વારા આર્યતેજ હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, ટ્રસ્ટીઓ અને મોરબી જિલ્લામાં પ્રેક્ટિસ કરતા હોમિયોપેથીક તબીબો દ્વારા કરવામાં આવી હતી.ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ સાયન્સને લગતા ડ્રામા તેમજ ડાન્સનું સુંદર આયોજન કરવામાં આવેલ તેમજ હોમિયોપેથિક પ્રેક્ટિસ કરતા પ્રેક્ટિસનરો દ્વારા હોમિયોપેથીક દવાઓ અને વિવિધ કેસ સ્ટડી પર ચર્ચાઓ કરવામાં આવી હતી
રિપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી