રિપોર્ટર : મયંક દેવમુરારી
ચાડધ્રા ગામે પકડાયેલ પકડાયેલ રેત માફિયા આરોપીઓના પોલિગ્રાફ ટેસ્ટ થાય તો અનેક અધિકારીઓના હાથ કાળા થઈ એમ છે
હળવદ બ્રાહ્મણી નદીમાં વર્ષોથી ધમધમતા સફેદ રેતીના કાળા કારોબારમાં રેતીચોરીના માફિયા ટોળકીમાં ક્યા ક્યા સરકારી બાબુઓએ મલાઈ તારવીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચુનો ચોપડ્યો ? તપાસ થાય તો દૂધ નું દૂધ ને પાણી નું પાણી થાય એમ છે
ચાડધ્રા પાસે એક જ દિવસમાં કરોડોની ખનીજચોરી ઝડપાઈ તો વર્ષોથી ધમધમતી બેફામ ગેરકાયદેસર ખનીજચોરીનો અંદાજીત આંકડો અબજો રૂપિયાને આંબી જાય સરકારી તિજોરીને આવડુ મોટુ નુકશાન કરીને અત્યાર સુધી ક્યો અમુક સરકારી બાબુ રેતીમાં રૂપિયા છાપતો ચર્ચા!!
મોરબી જિલ્લામાં હળવદ બ્રાહ્મણી નદી ખનીજચોરીનુ એપી સેન્ટર માનવામાં આવે છે અને સૌથી વધુ સફેદ રેતીનો કાળો કારોબાર હળવદની બ્રાહ્મણી નદીમાં વર્ષોથી ધમધમી રહ્યો છે સ્થાનીકો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવેલ છે તેમજ પેપરોમાં અહેવાલો પણ છપાયા છતા સ્થાનીક તંત્ર કે મોરબી જિલ્લા જેની જવાબદારી છે ખનીજ પકડવાની તે માત્ર ને માત્ર શોભાના ગાંઠીયા સમાન તમાશબીન બની જાણે ગુલાબી નોટો સામે ગુલામ બની સમ્રગ રેતીચોરીના નેટવર્ક સામે આંખ આડા કાન કરી રહી હોવાનું લોક મુખે ચર્ચાય રહ્યું છે !! લોકમાતા બ્રાહ્મણી નદીને ખનીજ ચોરોને હવાલે કરી દેતા રાત દિવસ વર્ષોથી કરોડો રૂપિયાની સફેદ રેતીચોરી ઉપાડી ગેરકાયદેસર અંજામ આપી રહ્યા છે ચાડધ્રા મિયાણી ટીકર સહીતના ગામડાઓમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં વર્ષોથી રેતી રેકેટનુ જબરું કૌભાંડ અમુક સરકારી બાબુઓની મીઠીનજર હેઠળ ધમધમી રહ્યું છે જેની ગંધ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના નિષ્ઠાવાન અઘિકારી એસપી નિર્લિપ્ત રાય ડીવાયએસપી કે.ટી.કામરીયા સુધી પહોંચતા તાજેતરમાં ચાડધ્રા પાસે બ્રાહ્મણી નદીમાં ઐતિહાસિક રેઈડ પાડી રૂપિયા ૧૨.૬૩ કરોડનો મુદામાલ જપ્ત કરી ૫૬ જેટલા આરોપીઓ સામે ફરીયાદ નોંધી કડક કાર્યવાહી કરી હતી તેમજ આ રેઈડનો રેલો હળવદ પોલીસ મથકના પીઆઈ એમ.વી.પટેલ સુધી પહોંચતા ડીજીપી વિકાસ સહાય દ્વારા હળવદ પીઆઈ પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં રીતસરનો ખળભળાટ મચી જવા પામ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાની ખનીજચોરી મામલે લોકમુખે ચર્ચાતી નવાઈની વાત તો એ છેકે અત્યાર સુધી માત્ર એક પીઆઈ સામે જ કેમ સસ્પેન્ડનુ શસ્ત્ર ઉગામ્યુ ? જેની સીધી જવાબદારી બને છે તેવા ખાણખનીજ વિભાગ કે અન્ય તંત્ર કે પછી અન્ય સ્થાનીક સરકારી બાબુઓ સામે હજુ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કેમ નથી કરાઈ ? તે પ્રશ્ન સમ્રગ જિલ્લામાં ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે વધુમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આવડી મોટી ખનીજચોરીના કૌભાંડનો પર્દાફાશ કરીને ઐતિહાસિક ગણાતી કડક કાર્યવાહીથી ખનીજચોર ભુર્ગભમાં ઉતરી ગયા છે તો સ્થાનીક તંત્રના કુંભકર્ણ સરકારી બાબુઓની પોલ ખુલ્લી પડતા જોયા-જેવી થઈ હતી જોકે આ સમ્રગ રેતી રેકેટમાં પોલીસ અધિકારીને સસ્પેન્ડ કર્યા બાદ અન્ય સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી ક્યારે ? તે અંગે સરકારી તંત્ર મગનુ નામ મરી નથી પાડતા જેવો તાલ હાલ જોવા મળી રહ્યા છે કેમ કે એક જ દિવસે જો કરોડો રૂપિયાની ખનીજચોરી ઝડપાઈ તો વર્ષોથી ધમધમતા સફેદ રેતીના કાળો કારોબારની અંદાજીત રકમ અબજોમાં અંકાઈ જેથી જબરા રેતી રેકેટના રાજાની ટોળકીમાં કોણ કોણ સામેલ હતુ બેલગામ બનેલા ખનીજ માફીયાઓની લગામ કોના હાથમાં હતી દરરોજ કરોડો રૂપિયાની રેતી ઉપાડતા ખનીજચોરીના હપ્તા કૌને કૌને પહોચતા મોટા મગરમચ્છ દહીને વલોવી મલાઈ ખાઈને કૌને કૌને છાસ વિતરણ કરીને ઘી કેળા ખાયને ફરતા તે સમ્રગ મામલે ઊંડી તપાસ થાય તો ઘણા સરકારી બાબુઓના તપેલા ચડે તેમ છે ત્યારે હળવદ પંથકમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીના પટમાં સરકારી જમીન ઉપર ક્યા ક્યા સરકારી બાબુઓની મહેરબાનીથી કરોડો રૂપિયાની રેતી ખનીજચોરો ઉસેડી ગયા જેવા વેધક સવાલો સાથે તપાસ થાય તો કરોડો રૂપિયાના રેતી કૌભાંડ બહાર આવે તેમ છે અને હજુ પણ આ મામલે કડક કાર્યવાહીની લટકતી તલવાર અમુક ખાઉધ્રા સરકારી બાબુઓ પર લટકી રહી છે અને સમ્રગ જિલ્લામાં એક જ સામે કડક કાર્યવાહી તો અન્ય સરકારી અધિકારી સામે કડક કાર્યવાહી ક્યારે? જેવા સવાલો સળગી રહ્યા છે જેની પર સૌની મીટ મંડાઈ છે