મોરબી: મોરબીના દલવાડી સર્કલ પાસે પચીસ વારીયા સોસાયટીમાં રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂની ૪૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના દલવાડી સર્કલ પાસે પચીસ વારીયા સોસાયટીમાં રહેતા આરોપી આશીફભાઈ મહમદભાઈ બ્લોચ (ઉ.વ.૨૨)એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૦ કિં રૂ. ૧૫૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી આશીફભાઈ મહમદભાઈ બ્લોચને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો જ્યારે અન્ય એક શખ્સ રફીકભાઈ ઉર્ફે વલો હુશૈનભાઈ જામ રહે. સુરેન્દ્રનગર વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.