મોરબી માળીયા વિધાનસભાના મતદાર ભાઈઓ બહેનોનો અપાર પ્રેમ પામી ગુજરાત રાજ્યની નવનિર્વાચિત સરકારના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહી મોરબી ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા આજે તા. 15.12.2022 ગુરુવારના રોજ બપોરે 1.00 વાગ્યે મોરબી પધારવાના છે અને મોડી સાંજ સુધી નિવાસ કમ કાર્યાલય ઉમા ટાઉનશીપ ખાતે રોકાવાના છે.
ભવ્ય વિજયના નિર્માતા એવા ભાજપના હોદ્દેદારો કાર્યકર્તા મિત્રો, વિવિધ સમાજો, સમાજસેવી સંસ્થાઓ વિ.ને અનુકૂળતાએ ઉમા ટાઉનશીપ ખાતે પધારવા આમંત્રણ પાઠવવા માં આવ્યું છે