ગુજરાતમાં નવી સરકારના સો દિવસ પૂર્ણ થતા ઉજવણીના ભાગ રૂપે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત આજે રાજ્ય ના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની જિલ્લા ભાજપ અને વહિવટી તંત્ર સાથેની મુલાકાત દરમિયાન સ્કાયમોલ ખાતે નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન ની વિદ્યાર્થીનીઓ દ્વારા પુષ્પવર્ષાથી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.