મોરબી જેતપર ફોરલેન રોડની કામગીરીનો તાગ મેળવવા અણીયારી ચોકડી પાસે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મુલાકાત લીધી
અણીયારી ચોકડી પાસે ફોરલેન રોડની કામગીરીનો તાગ મેળવી સ્થળ પર મુલાકાત લેતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા
મોરબી જેતપર ફોરલેન રોડની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે જેથી મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આજે સવારે ૯:૪૫ વાગ્યાની આસપાસ ફોરલેનની ચાલતી કામગીરીનો તાગ મેળવવા અણીયારી ચોકડી પાસે રોડની કામગીરીના સ્થળ ઉપર મુલાકાત લીધી હતી અને અણીયારી ચોકડી પાસે પૂરજોશમાં ફોરલેન રોડની ચાલતી કામગીરી અંગે માહીતી મેળવી સ્થળ ઉપર પહોંચી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ તાગ મેળવી રોડની સારી કામગીરી અંગે સુચનો કર્યા હતા