મોરબી શહેર માં કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે :.મહેશ રાજ્યગુરુ
મોરબી જિલ્લા ની રચના પછી તો મોરબી બિહાર બનવા તરફ આગેકૂચ કરી રહ્યું હોય તેમ લાગે છે
દિન દહાડે હત્યા ખુંન ચોરી. બળાત્કાર લૂંટ અપહરણ ખંડણી મારામારી જેવા કેસો રોજ બરોજ બને છે જાણે કે મોરબી માં પોલીસ નો કોય ડર ના હોય તેવી પરિસ્થિતિ થય ગઇ છે
આમ ને આમ મોરબી એક ગુનાહ ની નગરી બનવા જય રહેલ છે ત્યારે પોલીસે કડક બનવા ની જરૂર છે અને આવા ગુનેગારો પેદા થાય તે પહેલાં જ નેસ નાબૂદ કરવા તેમની સામે કડક કામગીરી કરી પોલીસ પ્રજા ને વિશ્વાસ અપાવે કે મોરબી માં પોલીસ છે પ્રજા ના જાનમાલની ની રક્ષા માટે કાબેલ છે
ગત રાત્રિ ના હજારો માણસો ની આવન જાવન વાળા રોડ રસ્તા પર એક વ્યક્તિ ની સારા જાહેર હત્યા કરવા માં આવી ત્યારે પોલીસ મોરબી માં નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે!! ત્યારે ગુજરાત સરકારે મોરબી માં કડક અમલદાર ને મૂકીને કાયદો અને વ્યવસ્થા ને મજબૂત કરવી જરૂરી છે આવનાર દિવસો માં મોરબીમાં ગુંડાઓ બેફામ બની પ્રજા ની સલામતી જોખમાય તે પહેલાં પોલીસે કડક કાર્યવાહી કરી કાયદા નુ શાસન સ્થાપવું જરૂરી છે તેમ મોરબી જિલ્લા કોગ્રેસ ના મહામંત્રી મહેશ રાજ્યગુરુ એ રાજ્ય ના ગૃહ મંત્રી પત્ર લખી રજૂઆત કરેલ