Thursday, May 22, 2025

મોરબીમાં રવાપર રોડ પર ક્રિકેટ મેચ પર સટો રમતા એક ઝડપાયો; એક ફરાર

Advertisement
Advertisement
Advertisement

મોરબી રવાપર બોનીપાર્ક પાસે તેજાણી વાડીમા જાહેરમાં આઇપીએલની ક્રિકેટ મેચ પર સટો રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી રવાપર બોનીપાર્ક પાસે તેજાણી વાડીમા રહેતા હિરાભાઇ ભવાનભાઈ પરમાર (ઉ.વ.૩૪) એ આરોપી તોફીક હુસેનભાઇ પીંજારા રહે. મોરબી વાળા સાથે ફોન ઉપર વાતચીત કરી TATA IPL ટી-20 માં લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝરર્સ હૈદરાબાદ ટીમો વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં હારજીત તથા રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી આરોપી હિરાભાઇ ભવાનભાઈ પરમાર રોકડ રૂ.૧૧૦૦/ તથા મોબાઇલ ફોન ૧ કિ.રૂ.૫૦૦૦/ મળી કુલ રૂ.૬૧૦૦/ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી તથા આરોપી તોફીક હુસેનભાઇ પીંજારા હાજર નહી મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW