Friday, January 10, 2025

મોરબી ખાતે યોગ શિબિર તથા યોગયાત્રાનું આયોજન કરાયું

Advertisement

યોગ શિબિરમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા પ્રેરક ઉપસ્થિતિ

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી મોરબી દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે સન સિટી મેદાન ખાતે કોમન યોગા પ્રોટોકોલ અંતર્ગત યોગ શિબિર તેમજ યોગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટરશ્રી વાલજીભાઈ ડાભી તથા જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી બુધાભાઈ નાકિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, યોગા બોર્ડ ગાંધીનગરના તજજ્ઞ અનિલભાઈ ત્રિવેદી, કચ્છ ઝોનના કો-ઓર્ડીનેટરશ્રી વિજયભાઈ શેઠ, મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પ્રમુખ બી.આર. હુંબલ તથા યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW