Saturday, January 11, 2025

ધરમપુર ગામના પાટીયા પાસે આવેલ પેટ્રોલપંપ નજીકથી કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો

Advertisement

મોરબી તાલુકાના ધરમપુર ગામના પાટીયા પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ નજીકથી એક મારૂતી બલેનો કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ મોરબી તાલુકાના રવિરાજ ચોકડી ખાતે વાહન ચેકીંગ કરતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલને સંયુક્તરાહે બાતમી મળેલ કે, ઘરમપુર પાટીયા નજીક આવેલ નાયરા પેટ્રોલપંપ પાસે એક ઇસમ પોલીસને વાહન ચેકીંગ કરતા જોઇ જતા પોતાની મારૂતિ બલેનો કાર મુકી નાસી ગયેલ છે જે મળેલ બાતમીના આધારે જગ્યાએ જઇ ચેક કરતા મારૂતિ બલેનો કાર રજીસ્ટર નં. G-36-IC-0948 વાળીમાંથી ઈંગ્લશ દારૂની બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૬૨,૪૦૦/- નો મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી કુલ કિં.રૂ.૩,૬૨,૪૦૦ા- ના મુદ્દામાલ સાથે કાર મુકી નાસી જઇ હાજર નહીં મળી આવતા મજકુર કાર ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW