આવતા બે ત્રણ દિવસમા બીપરજોય વાવાઝોડાનુ સંકટ મોરબી ઉપર આવા રહ્યુ છે, જેથી આ વાવાઝોડા દરમિયાન સીરામીક ઈન્ડસ્ટ્રીઝમા શેડની ઉંચાઈ વઘુ હોવાથી તેમજ પતરાના શેડ હોવાથી મોટી નુકશાની થવાની ભીતી છે, તેમજ પતરાના શેડ હોવાથી વાવાઝોડા દરમિયાન પતરા ઉડે તો કામદારોને ઈજા કે જાનહાની થઈ શકે છે, જેથી મજુરોની સલામતી માટે આજથી ૩-૪ દિવસ માટે ઉત્પાદન બંઘ કરી દેવામા આવશે, અને મજુરો ને સલામત પાકા લેબર કવાટઁરમા રાખવામા આવશે તેમજ ઔઘોગિક વિસ્તારના રોડ અને ૮ – એ નેશનલ હાઈવે ઉપર દરરોજના ૮૦૦૦ જેટલા વાહનોનુ પરિવહન થતુ હોય છે જેથી રોડ ઉપર પણ એક્સીડન્ટના બનાવો ના બને તે માટે સાવચેતીના પગલા રૂપે સીરામીક ઉઘોગનુ ડીસ્પેચ બંઘ કરી દેવામા આવ્યુ છે તેમજ તેમજ વાવાઝોડા દરમિયાન કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીમા કોઈ મજુર કે રાહદારી ફસાય કે રોડ ઉપર ક્યાય વૃ્ક્ષો પડી ઝાય તો તેના માટે જરુરી મશીનરી લોડર કે જેસીબી તૈયાર રાખવામા આવેલ છે જેના માટે મોરબી સીરામીક એસોસીએસન દ્વારા ત્રણ ઈમરજન્સી નંબર જાહેર કરવામા આવ્યા છે, વાવાઝોડા સાથે અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલ છે તેવામા મોરબી જીલ્લામા કોઈપણ લોકોને જો ફુડની જરુર પડે તો ફુડ પેકેટ માટે અમારી ટીમ સતત કાયઁશીલ રહેશે,
Emergency no.
9727570850
9574598772
9825210831