બિપરજોય વાવાઝોડાના પગલે માળિયા તાલુકાના નીચાણ વિસ્તારના ગામો અને દરિયાકાંઠાના ગામોના લોકો તેમજ અગરિયાઓ અને મજૂરોને આસાપસ આવેલા સુરક્ષિત આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ત્યારે માળિયા તાલુકાના વર્ષામેડી ગામની આસપાસના નીચાણ વાળા ગામ અને વિસ્તારમાં આવેલા લોકોને વર્ષામેડી ગામે પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે. આ લોકોને આપવામાં આવતી વ્યવસ્થાઓનું વિશ્લેષણ કરવા અને આ લોકોને કોઈ સમસ્યા હોય તે જાણવા માટે હળવદ માળીયા પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્યએ આ લોકોની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારીશ્રીએ અસરગ્રસ્તો સાથે વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા. ઉપરાતં ત્યાં હાજર સ્થાનિક અધિકારીઓ/કર્મચારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી અસરગ્રસ્તો માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી. પ્રાંત અધિકારીશ્રીની ઉપસ્થિતીમાં અસરગ્રસ્તોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.