Friday, January 10, 2025

વાંકાનેર : બિપરજોય વાવાઝોડાનો સંકટ ટળ્યું; લોકોનું ઘરવાપસી મિશન શરૂ

Advertisement

વાંકાનેરમાં ઘરવાપસી કરી રહેલા આશ્રિતો માટે વહિવટી તંત્ર અને રાજકોટના રામકૃષ્ણ મિશન દ્વાર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી

વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરેસિયાના માર્ગદર્શન હેઠળ રાહત કાર્ય શરૂ

સમગ્ર રાજ્યએ હવે બિપરજોય વાવાઝોડાના સંકટથી બહાર આવીને રાહતનો અનુભવ કરી રહ્યું છે ત્યારે વાવાઝોડાના સંકટને ધ્યાનમાં લઇને સ્થળાંતરીત કરેલા લોકોની ઘર વાપસીનું મિશન શરૂ થઈ ગયું છે.
જે અન્વયે વાંકાનેર વિસ્તારના સ્થળાંતરીત લોકો હવે ઘર તરફ પાછા જઈ રહ્યા છે ત્યારે જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શિરેસિયા દ્વારા રાજકોટના રામકૃષ્ણ મિશનના સહયોગથી દ્વાર રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઘણા દિવસથી ઘરથી દૂર રહેવાને કારણે ઘરે જમવા માટે હાલ પૂરતી કોઈ સગવડ ન હોય તે સ્વાભાવિક છે. ત્યારે તાલુકા વહીવટીતંત્ર અને રાજકોટના રામકૃષ્ણ મિશન દ્વાર સ્થળાંતરીત લોકોને જમવા માટે તૈયાર ફૂડ પેકેટ્સ અને ત્યારબાદ જમવાનું બનાવવા માટે હાલ પૂરતી ભોજનની બધી કાચી ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
લોકો હવે પોતાના ઘરે પાછા જઈ રહ્યાં છે. ત્યારે તેમને કોઈ જ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW