મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા જગતગુરુશ્રી રામાનંદાચાર્યજીની જન્મ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે જે અંતર્ગત એક મીટીંગનું આયોજન આગામી તા. ૨૫ ના રોજ કરવામાં આવ્યું છે
મોરબી રામાનંદી સાધુ સમાજની યાદીમાં જણાવ્યા મુજબ આગામી તા. ૧૪-૦૧-૨૦૨૩ ના રોજ જગતગુરુશ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૩ મી જન્મજયંતીની ઉજવણીના આયોજન અંગે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જે મીટીંગ તા. ૨૫-૧૨-૨૦૨૨ ના રોજ સવારે ૧૦ : ૩૦ કલાકે શ્રી રામાનંદ ભવન, રામઘાટ મોરબી ખાતે યોજાશે