Saturday, May 24, 2025

ટંકારા : વિદેશી દારૂ નું કટીગ કરે તે પહેલાં મોરબી એલસીબી ત્રાટકી ૦૬ શખ્સો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ગોડાઉન ભાડે રાખી વિદેશી દારૂનું કટીંગ કરતા છ રાજસ્થાની ઇસમોને 17 લાખના દારૂ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કૉડનો સ્ટાફ કાર્યરત હતા તે દરમ્યાન એલ.સી.બી સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે ટંકારા તાલુકાના લજાઇ હમતીયા રોડ ઉપર લજાઇ ગામની સીમમાં આવેલ ઉંમા પ્લાસ્ટીક પ્લોટ નં-૮ વાળા ગોડાઉનમાં અમુક ઇસમો છે. આ રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી ગોડાઉનમાં સ્ટોર કરી વાહનોમાં ભરી અલગ અલગ જગ્યાએ તેનું વેચાણ અને હેરાફેરી કરવાની પેરવી કરે છે અને હાલમાં તેઓની પ્રવૃત્તિ ચાલુ છે એવી ચોક્કસ બાતમીના આધારે આ દરોડા પાડતા (૧) અનિલકુમાર ભીયજી ઉ.વ. ૨૩ રહે ગીરધરોરા તા.ચિતલવાના જી. (રાજસ્થાન), (૨) મુકેશકુમાર પુનમારામ ઉ.વ.૨૭ રહે રાજીવનગર પુર ગામ તા.રાનીવાડા જા,માંગીર (રાજસ્થાન),(૩) ભવરલાલ મંગળાારામ ઉ.વ. ૨૦ રહે. દુઠવા ના ચિતલવાના સૌર (રાજસ્થાન), (૪) પ્રવિણકુમાર બલવાનારામ ઉ.વ. ૨૧ રહે. કફમણ તા. ચોર (રાજસ્થાન),(૫) મોહનલાલ ઉનમાામ ઉ.વ. ૧૯ રહે. ડચણ તા.જી માચાર (રાજસ્થાન),(૬) ઓમપ્રકાશ હીરારામ ઉ.વ. ૨૨ ૨હે. દુવા તા.ચિતલવાના જી.સૌર
(રાજસ્થાન) મળી આવ્યાં હતાં અને સ્થળ પરથી ગેરકાયદેસર રીતે વહેંચતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કુલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 357 પેટી કિંમત રૂપિયા ૧૭,૫૨,૬૬૦/- કબજે કરેલ છે. તેમજ વિદેશી દારૂની હેરફેર કરવા માટે રાખવામાં આવેલ મહીન્ડા કંપની ની બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ-03-BW- 6043 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-, મારૂતી સુઝુકી કંપની ની કેરીટબ્રો ગાડી નંબર-GJ-25-U-3384 કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦/, જુદી જેડીયુ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૯ કી.રૂ. ૩૧,૫૦૦/ અને રોકડા રૂપીયા-૧,૧૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૨૬,૯૪,૧૬૦/- મુદામાલ કબ્જે કરેલ છે અને ગુનામાં દારૂ માટે ગોડાઉન ભાડે રાખનાર અને દારૂનો જથ્થો મંગાવનાર પ્રદિપ રહે. સાંચોર રાજસ્થાન વાળાનુ નામ ખુલતા શોધખોળ હાથ ધરી છે. હાલ મોરબી એલસીબી ટીમે તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW