Saturday, January 11, 2025

મોરબીની કપોરીવાડી શાળાના શિક્ષક પ્રફુલચંદ્ર રામાવતનો વિદાય સમારોહ સંપન

Advertisement

મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળાના શિક્ષક પ્રફુલ્લભાઈ રામાવત વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સન્માન તેમજ વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો હતો વિદાય સન્માન કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી દ્વારા સંગીતમય રજૂઆત કરી વિદાય થતા ગુરુજીને ગુરુઋણ અર્ઘ્ય અર્પણ કરવામાં આવેલ હતું

ત્યારબાદ ગત વાર્ષિક પરીક્ષામાં પહેલા ત્રણ ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી તેમજ જ્ઞાનસેતુ શિષ્યવૃતિ ટેસ્ટમાં પાસ થઈ મેરીટમાં સ્થાન પામનાર 20 વિદ્યાર્થીઓને મલાભાઈ કંઝારિયા તરફથી શૈક્ષણિક કીટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

શાળા પરિવારના સ્ટાફ મિત્રો દ્વારા નિવૃત્ત થતા શિક્ષકને શ્રીફળ, સાકરનો પડો,મોમેન્ટ ભેટ,સન્માન પત્ર તેમજ સાલ ઓઢાડી અદકેરુ સન્માન કરવામાં આવેલ હતું.તેમજ એસએમસીના અધ્યક્ષ વિદ્યાર્થીઓના વાલી શિક્ષક સંગઠનના હોદ્દેદારો તેમજ પ્રફુલચંદ્ર રામાવતના સ્નેહીજનો દ્વારા સન્માન ભેટ તથા સાલ અર્પણ કરેલ ત્યારે ખૂબ જ ભાવપૂર્ણ દ્રશ્ય સર્જાયા હતા.

આ કાર્યક્રમમાં દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘ એ પ્રસંગોચિત ઉદબોધન કરેલ હતું
તેમજ કિરીટભાઈ દેકાવડીયા, રાજ્ય પ્રતિનિધિ શૈક્ષિક મહાસંઘ ,સંદીપભાઈ લોરીયા અધ્યક્ષ મોરબી તાલુકા શૈક્ષિક મહાસંઘ , દેવાયતભાઈ હેરભા પ્રમુખ મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘ, ચમનભાઈ ડાભી મહામંત્રી મોરબી પ્રાથમિક શિક્ષક સંઘ મહાવીર સિંહ જાડેજા સી.આર.સી કો. બળદેવભાઈ નકુમ SMC અધ્યક્ષ,SMCના સભ્યો વિદ્યાર્થીના વાલીઓ તેમજ પ્રફુલચંદ્ર રામાવતના સ્નેહીજનો વગેરે બોહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વયનિવૃત્તિની શુભેચ્છા તેમજ નિવૃત્તિ બાદનું જીવન પ્રવૃત્તિમય અને નીરોગી રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ સાણંદિયા અને આચાર્ય સુનિલભાઈ જોશી તેમજ આભાર વિધિ બોપલિયા કિરીટભાઈએ કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW