મધુરમ ફાઉન્ડેશન આયોજિત આ કાર્યક્રમમાં મધુરમ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી ડૉ. મધુસુદન પારેખ તથા મોરબી જિલ્લા પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના શ્રી પ્રાણજીવન કાલરિયા તથા મોરબી ભારતીય કિશાન સંઘના પ્રમુખ જીલેશભાઇ કાલરિયાએ ઉપસ્થિત રહી અંદાજે ૪૫૦ વિદ્યાર્થીઓને પર્યાવરણથી સર્જાયેલ આજની સમસ્યાનું નિરુપણ કરી, હવે શું કરવું જોઈએ તે બાબતે વિસ્તૃત માહિતી આપેલી.
આ કાર્યક્રમમાં નવયુગ વિદ્યા શૈક્ષણિક સંકૂલના પ્રમુખ પી.ડી.કાંજીયા, પ્રિન્સિપાલ વરુણ ભીલા, તથા નવયુગ શૈક્ષણિક સંકુલનો અન્ય સ્ટાફગણ, પ્રભુભાઇ કડીવાર તથા મોરબી જિલ્લા પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના હોદ્દેદારો ઉપસ્થિત હતાં. કાર્યક્રમમાં લોકભારતી વિદ્યાપીઠના પુર્વ નિયામક પ્રવિણચંદ્ર ઠકકર લિખિત પુસ્તક “જીવનની સાર્થકતા- સફળતાની સોનેરી ચાવીઓ” ની ૫૦૦ નકલનું કોલેજના વિદ્યાર્થીઓમાં વિતરણ કરાયું. આ સિવાય સગવડ ધરાવતા, વાવીને ઉછેર કરવા ઉત્સૂક વિદ્યાર્થીઓને ૧૦૦૦ ફળાઉ વૃક્ષોના રોપાઓનું વિતરણ પણ કરાયું. જે વિદ્યાર્થીઓ શહેરમાં રહે છે અને જમીન ધરાવતા નથી તેવાં વિદ્યાર્થીઓને ઘરઆંગણે કે સાર્વજનિક પ્લોટમાં વાવેતર કરવા શાકભાજી કે ફૂલછોડ વગેરેના કુંડામાં વાવી શકાય તેવા બીજ વનસ્પતિ બીજબેંક મોરબી તરફથી ફ્રી મળશે. એ માટે ૯૪૨૬૨૩૨૪૦૦ નંબર પર વોટ્સએપ કરવા જણાવેલ.