Friday, May 23, 2025

મોરબીમાં વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે જિલ્લા પંચાયત દ્વારા દબાણો દૂર કરાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી ડી.ડી.ઓ. ડી.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) દ્વારા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે ગામના મુખ્ય માર્ગ ઉપર વર્ષો જુના દબાણ મોરબી જિલ્લા પંચાયત દ્વારા દુર કરવામાં આવ્યા છે. જુના રાજાવડલા ગામની વચ્ચે આવેલા મુખ્ય રસ્તાના બંને બાજુ દબાણો ઉભા કરેલ હતા જેને કારણે મુખ્ય રસ્તાનું કામકાજ બંધ પડેલ હતું તેમજ મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં હતો.

આ પરિસ્થિતિના કારણે શાળાએ જતા બાળકો તેમજ મોટી ઉંમરના નાગરિકો સહિત ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ખાસ કરીને ચોમાસામાં સંપૂર્ણ રસ્તામાં પાંચ ફૂટના પાણી ભરતા હતા જેથી ગામની બહાર જવું મુશ્કેલ થઈ પડતું હતું.

જેના પગલે લોકોને પડતી મેશ્કેલી નિવારવા મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી જાડેજાના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઇજનેર એ.એન.ચૌધરી અને પેટા વિભાગના કાર્યપાલક ઇજનેર કે.કે.ઘેટિયા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી રસ્તો અને આજુબાજુનો વિસ્તાર ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.

તંત્ર દ્વાર દબાણ કર્તાઓને નોટીસો આપવા છતાંય સ્વેચ્છાએ દબાણો દુર કરેલ નહાતા, છેવટે ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી દબાણો દુર કરાવવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW