Tuesday, May 20, 2025

ટીંબડી ગામના પાટિયા પાસે સફેદ માટી ભરેલ ટ્રેઇલરમાં છુપાવેલ ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી લીધો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, અશ્વમેઘ હોટલ સામે, આવળ કોમ્પલેક્ષની પાછળ પાર્કીંગમાંથી ટ્રેઇલરમાં સફેદ માટી ભરેલ થેલીની આડમાં છુપાવેલ ઇગ્લીશદારૂના જથ્થા સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે મળેલ ખાનગી બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, અશ્વમેઘ હોટલ સામે, આવળ કોમ્પલેક્ષ પાછળ પાર્કીંગમાં રેઇડ કરતા જગ્યાએ બાતમીવાળું પાર્ક કરેલ ટાટા કંપનીનું ટેઇલર રજીસ્ટર RJ-52- GR-2691 વાળુ મળી આવતા જેમાં સઘન તપાસ કરતા ટ્રેઇલરમાં ભરેલ સફેદ પાટીની થેલીની આડમાં છુપાવેલ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલ નંગ- ૧૩૨ કિં રૂ. ૪૯,૫૦૦ તથા ટ્રેઇલર કિં.રૂ.10,00,૦૦૦/- મળી કુલ રૂ. ,૧૦,૪૯,૫૦૦/- નો મુદ્દામાલ સાથે એક ઇસમ દીપુ કલ્યાણસિંહ મીણા ઉ.વ.૨૭, રહે. વૃંદ સિરાવાસ, તા.જી. અલવર, રાજસ્થાનવાળાને પકડી પાડી ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW