હળવદ તાલુકાના સુરવદર ગામે સીમ વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા બાતમીવાળી જગ્યા હળવદ તાલુકાના સુરવદર ગામની શોભાસર સૌમવાળા રસ્તે આરોપીના હવાલાવાળા ઝુંપડામાં રેઇડ કરતા ઝુંપડામાંથી બનાવટની ઇંગ્લીશદારૂની કુલ બોટલ નંગ-૩૦ કુલ કિં.રૂ. ૨૫,૫૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ હોય જેથી ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો કરશનભાઈ ધામેચા રહે.સુરવદર તા.હળવદવાળા વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.