ચાર દિવસ અને માત્ર ૧.૯ કિલો વજનના બાળકની કમરમાં ચેતાતંત્રની દુર્લભ ગણાતી ગાંઠ જેને મેડિકલ ભાષામાં “મેનીંગો માઈલોસીસ” કહેવાય છે, જેના કારણે પગમાં લકવો તથા ચેતાતંત્રમાં રસી થવાની શક્યતા છે, આ રોગનું શિવમ્ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવેલ છે. મગજ, કરોડરજ્જુ અને મણકાના ઓપરેશન માટે લોકોને મોટા શહેરોમાં જવુ પડતુ હોય છે, પરંતુ હવે મોરબીમાં મગજ, કરોડરજ્જુ અને મણકાના ઓપરેશનની સારવાર શિવમ્ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં શક્ય બની છે. એઈમ્સ હોસ્પિટલમાંથી ન્યુરો સર્જરીની ડિગ્રી મેળવેલ રિધમ ખંડેરીયા સાહેબ હવેથી ફુલટાઈમ શિવમ્ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં સેવા આપે છે.
તાજેતરમાં જ એક ચાર દિવસ અને માત્ર ૧.૯ કિલો વજન ધરાવતા બાળકની કરોડરજ્જુની ગાંઠનું ખુબ જ જટિલ ઓપરેશન શિવમ્ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલની ડોક્ટર ટીમ ડો. રિધમ ખંડેરીયા (ન્યુરો સર્જન), ડો. હાર્દિક ઘોડાસરા (સિનિયર એનેસ્થેટીસ્ટ), ડો. પ્રહલાદ ઉઘરેજા અને ડો. સાગર ખાનપરા (ઓર્થોપેડીક સર્જન), ડો. રવિ કોટેચા (જનરલ સર્જન) દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું અને ઓપરેશન પછીની એન.આઈ.સી.યુ.માં સઘન સારવાર ડો. કરણ સરળવા (પિડીયાટ્રીક એન્ડ યુનેટોલોજીસ્ટ) અને ડો. બ્રિજેશ કૈલા (સિનિ. ફિઝિયોથેરાપિસ્ટ) દ્વારા કરવામાં આર્વી હતી. જો કે આવા મેજર ઓપરેશનનો ખર્ચો ખુબ જ વધારે થતો હોય છે પરંતુ બાળકના માતા પિતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલના મેડિકલ ડાચરેક્ટર ડો. પ્રહલાદ ઉઘરેજા દ્વારા આ ઓપરેશનના ખર્ચમાં રાહત કરી આપવામાં આવી હતી.