*મોરબીના આલાપ પાર્ક દબાણ મુદ્દે રાત્રે સ્થળ પર દોડી આવી સમજૂતિ કરાવતા કાનાભાઈ*
મોરબીના રવાપર રોડ પર આવેલ આલાપ પાર્કમાં છેલ્લા ઘણા સમયથી દબાણનો મામલો ખુબજ પેચીદો બનેલ હોય, આલપવાસીઓની વખતોવખતની રજુઆતના પગલે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા તમામ દબાણકર્તાઓને 10 ઓગષ્ટ સુધીમાં દબાણ હટાવવા માટેની નોટિસ આપેલ જેના પગલે મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાત્રે આલાપ પાર્કમાં દોડી આવ્યા હતા અને શિવ મંદિરના પટ્ટાગણમાં ખુબજ મોટી સંખ્યામાં આલપવાસીઓ એકત્ર થયા હતા,તમામ લોકોએ આલાપના 80 ફૂટનું દબાણ દૂર કરી આવક જાવક રસ્તો ચોખ્ખો કરવા,સુપર આલાપનું દબાણ દૂર કરી વરસાદી પાણીના નિકાલ માટેનો વોંકળો બુરી દીધેલો હોય એ દબાણ દૂર કરવું તેમજ મેઈન ગેઇટ સામે જ રહેણાંક વિસ્તારમાં જ ક્રોમસિયલ ગોડાઉન ખડકી દિધું હોય દૂર કરવા એકી અવાજે રજુઆત કરી હતી.કાંતિભાઈ અમૃતિયાએ દબાનકર્તાઓને જણાવ્યું કે *તમારા હિસાબે સોસાયટીના 97% લોકો હેરાન પરેશાન થાય એ ખુબજ ખોટું કહેવાય* વળી દબાનકર્તાઓના જ આલાપમાં ઘણા બધા પ્લોટ હોય એમને ટાંકીને કાનભાઈએ જણાવ્યું કે *તમારે તો સોસાયટીના વિકાસમાં સૌથી વધારે યોગદાન આપવું જોઈએ જેથી તમારી મિલકતનો ભાવ વધે* એના જવાબમાં સોસાયટીના કાર્યકર્તાઓએ જણાવ્યું કે *સોસાયટીના વિકાસની વાત તો દૂર રહી પણ સમગ્ર સોસાયટી સાથે મળીને દર વર્ષની મેઈન્ટેન્સ ફી નક્કી કરેલ છે એ ફી પણ આ લોકો નથી દેતા* ત્યારે કાંતિભાઈએ દબાનકર્તાની ઝાટકણી કાઢી હતી સોસાયટીમાં બનાવેલ ગોડાઉન દૂર કરવાની કલેકટર કચેરીમાં અરજી કરી હતી છતાં ગોડાઉન દૂર કરવાના બદલે અનધિકૃત રીતે મંજૂરી આપી દીધેલ હોય કાનભાઈએ સ્થળ પર જ જે તે અધિકારીને ટેલિફોનિક સંપર્ક કરી રહેણાંક વિસ્તારમાં ગોડાઉનની મંજૂરી આપવા બદલ ખખડાવી નાખ્યા હતા,આલાપ પાર્કના 80 ફૂટ મુખ્ય માર્ગ પરના દબાણ દૂર કરવા માટે ધારાસભ્ય દ્વારા એવો નિર્ણય આપવમાં આવ્યો કે ઓક્ટોબર-2023 માં જમણી બાજુનો ચાલીસ ફૂટનો સિમેન્ટ રોડ મંજુર કરાવી દેશે ત્યારે આવક જાવક બંને રસ્તા ખુલ્લા થઈ જશે અને મુખ્ય માર્ગની બંને બાજુ પાંચ પાંચ ફૂટના ઢાળીયા રાખીને 70 ફૂટનો રસ્તો ખુલ્લો કરવામાં આવશે અને સુપર આલાપ વિસ્તારમાં પણ માપણી કરવામાં આવશે અને દબાણ હશે તો દબાણ દૂર કરી વરસાદી પાણીનો નિકાલ સુનિશ્ચિત કરવામાં આવશે એવી ખાત્રી કાંતિભાઈ અમૃતિયા તરફથી મળતા હાલ પૂરતું આલાપના દબાણ મુદ્દે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.