Friday, May 23, 2025

‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત દેશ ભક્તિના રંગે રંગાયું મોરબી

Advertisement
Advertisement
Advertisement

આઝાદીના લડવૈયા તેમજ સરહદ પર કે દેશમાં માતૃભુમિનું રક્ષણ કરતા વીરોનું સન્માન કરાયું

દેશના વીરોને વંદન કરી માતૃભુમિ પ્રત્યેનું ઋણ અર્પણ કરવાના ઉદ્દેશ સાથે સમગ્ર રાષ્ટ્રમાં ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશ જ્યારે રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાઈ રહ્યો છે. ત્યારે સ્વાધિનતાના પાયોનિયર પૈકિના એક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતિ તેમજ ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મભુમી એવો મોરબી જિલ્લો કેમ બાકાત રહે? મોરબી જિલ્લામાં પણ ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ભવ્ય ઉજવણ્રી કરવામાં આવી છે અને આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લો વિવિધ કાર્યક્રમો થકી દેશ ભક્તિના રંગે રંગાઈ રહ્યો છે.

મોરબી જિલ્લાના તમામ નાગરીકોમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે. સાથો સાથ જિલ્લાના તમામ નાગરીકો અભિયાનમાં હર્ષભેર જોડાઈને વિવિધ કાર્યક્રમના સહભાગી બની રહ્યા છે.

‘મારી માટી, મારો દેશ’ અભિયાન હેઠળ જિલ્લામાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મોરબી જિલ્લાની ૩૬૨ ગ્રામ પંચાયત, ૫ તાલુકા તથા ૪ પાલિકા કક્ષાના વિવિધ કાર્યક્રમો યોજાયા છે. આ કાર્યક્રમો અંતર્ગત વીરોના બલિદાનને યાદ કરાવતા ૩૭૧ શિલાફલકમનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો મોરબી જિલ્લામાં પોતાના દેશના વીરો અને માટી પ્રત્યેનું માન અને લાગણી દર્શાવી માટી તેમજ શિલાફલકમ સાથે ૩૦૭૭૨ નાગરિકો દ્વારા સેલ્ફી અપલોડ કરવામાં આવી છે. ઉપરાંત ૪૩૮૯૪ નાગરિકો દ્વારા પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી છે.

આ મહાઅભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં કુલ ૩૮૫ અમૃત વાટીકાનું નિર્માણ કરી કુલ ૨૬૯૩૭ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ સાથે એવા વીરો કે જેમણે આઝાદી માટે પોતાના પ્રાણ હસતા મુખે અર્પણ કર્યા તેમજ આઝાદી બાદ પણ ભારતમાતની રક્ષા કરવા માટે કટીબધ્ધ એવા આર્મી, એરફોર્સ, પોલીસ, સુરક્ષાદળ વગેરેના શહીદ કે રિટાયર્ડ એવા કુલ ૨૧૬ વીરોના સન્માન સમારોહ કાર્યક્રમ સાથે મોરબીના ખુણે ખુણે યોજાયેલ તિરંગા રેલી તથા રાષ્ટ્રગાનમાં ૪૩૮૯૪ નાગરિકોએ જોડાઈને ‘માટીને નમન, વીરોને વંદન’ કર્યા હતા..

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW