Wednesday, February 26, 2025

નીલકંઠ કોમર્સ સ્કૂલ- મોરબી ખાતે સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત બિઝનેસ ટોકનું આયોજન કરવામાં આવ્યું

Advertisement
Advertisement

વિદ્યાર્થીઓને કંઈક નવીન, કંઈક અનોખું આપવાના હેતુ સાથે બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરમાં આજે હરેશભાઇ બોપલીયા-પ્રમુખશ્રી સિરામિક એસોસિએશન વોલ ટાઈલ્સ જિલેશ કુમાર બી.કાલરીયા-ભારતીય કિશાન સંઘ મોરબી જિલ્લા અધ્યક્ષ અને સ્વાવલંબી ભારત અભિયાન મોરબી જિલ્લા સંયોજક,ભાવિશાબેન સરડવા-સ્વામી વિવેકાનંદ કેન્દ્ર અને અધ્યયન મંડળમાં અગ્રણી,તેમજ સમાજ સેવક અને ઉદ્યોગસાહસિક એવા મધુસૂદન ભાઈ પાઠક દ્વારા 11-12 કોમર્સના વિદ્યાર્થીઓને નીચેના મુદા પર સમજૂતી આપી.*

*🔹 જોબ સિકર ને બદલે જોબ ગીવર બનવું*
*🔹 સરકારી નોકરી માટે મહેનત કરવાને બદલે આત્મ નિર્ભર બની દેશમાંથી બેરોજગારી ને કંઈ રીતે દૂર કરી શકાય.*
*🔹લઘુ ઉધોગ ને પ્રોત્સાહન આપી રોજગારી ઊભી કરવી.*
*🔹 વોકલ ફોર લોકલ ને ખરા આર્થ માં સફળ બનાવવું.*
*🔹 વિદેશી ચીજવસ્તુ ને બદલે સ્વદેશી ચીજવસ્તુ નો ઉપયોગ વધારવો.*
*🔹 ભારતની આર્થિક પરિસ્થિતિ ને સુધારવાના ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવી.*
*🔹 આર્થિક ઉપાર્જન ના સાધનો વિકસાવી દેશને સમૃદ્ધ બનાવો અને દેશની જીડીપીમાં પોતાનું યોગદાન કઈ રીતે આપવું*

*આ તકે નીલકંઠ વિદ્યાલય ના દરેક કાર્યક્રમ માં તત્પર રહેતી વિદ્યાર્થીનીઓ બોડા યશ્વી હરેશભાઈ,ભીમાણી બંસી સવજીભાઈ,પરમાર શિવાલી નરેન્દ્રસિંહ અને વજરિયા ક્રિષા હેમલભાઈ કે જેઓએ “નયા ભારત-આત્મનિર્ભર ભારત-2023” કાર્યક્રમ ને સફળ બનાવવા માં ઓર્ગેનાઈઝર અને વોલન્ટિયર તરીકે અમૂલ્ય યોગદાન આપેલ હતું તે બદલ તેઓને ઇનામ આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.*

*નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓને બિઝનેસ ના કૌશલ્યોનું માર્ગદર્શન આપવા બદલ તેમજ ન્યૂ સ્ટાર્ટ અપ દ્વારા વધુ રોજગારી નું સર્જન કરી સ્વાવલંબી ભારત બનાવવા બાબતે માર્ગદર્શન આપવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જીતસર વડસોલા અને નવનીતસર કાસુન્દ્રા દ્વારા મુખ્ય આમંત્રિત મહેમાનશ્રીઓને પુસ્તક અર્પણ કરી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW