Friday, May 23, 2025

મોરબીની પાનેલી શાળામાં રેંજ આઈ.જી.અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાની પાનેલી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષણ અને સુરક્ષા ના સમન્વય સમો SPC યોજના અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમા દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. તેમજ ભારતીય સંસ્કૃતિ મુજબ અભિનય ગીત-સંગીત સાથે પુસ્તક અર્પણ કરી મહાનુભાવ રેંજ IG તથા SP નું સન્માન અનુક્રમે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી.અંબારીયા તથા મોરબી જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર સાહેબ દ્વારા કરવામાં આવ્યુ. રેંજ IG અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લાના SP રાહુલ ત્રિપાઠી સાથે શાળાના બાળકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો. જેમાં બાળકો ના જીવન ઘડતર તથા વ્યક્તિત્વ વિકાસ, સોશિયલ મિડિયા અંગે અવેરનેશ, મહિલા સુરક્ષા તથા IAS અને IPS માં કેરીયર કેવી રીતે બનાવવુ તે અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ. આ સાથે શાળાના તમામ શિક્ષક સ્ટાફ સાથે કેટલીક હળવી પળો માણવાની સાથે તમામ શિક્ષક સ્ટાફને માર્ગદર્શન પણ આપ્યુ. આમ, ભવ્યતાભેર આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. જેનો અનેરો ઉત્સાહ શાળાનાં તમામ બાળકોમાં જોવા મળ્યો.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW